Friday, July 31, 2015

મધરાતે મળી આઝાદી; ૧૪૦૦૦ બાંગ્લાદેશી ભારતીય બન્યા


મધરાતે મળી આઝાદી; ૧૪૦૦૦ બાંગ્લાદેશી ભારતીય બન્યા
કોલકાતા: ગઈ શુક્ર-શનિવારની મધરાત હજારો લોકો માટે આઝાદી લઈને આવી છે. નાગરિકતા માટે તરસી રહેલા હજારો એન્ક્લેવ (ક્ષેત્ર) રહેવાસીઓ હવે ભારતીય બની ગયા છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે ભૂમિ સમજૂતી (લેન્ડ ડીલ)ને કારણે આ શક્ય બન્યું છે. આ હજારો લોકોને ભારતીય નાગરિકત્વ આપવાનું કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. હાલ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામના નિધનને કારણે સાત-દિવસનો રાષ્ટ્રીય શોક હોઈ ભારત-બાંગ્લાદેશ એન્ક્લેવ એક્સચેન્જ અમલીકરણનો કોઈ સત્તાવાર ઊજવણી કાર્યક્રમ યોજાયો નથી, પણ ગઈ મધરાતે ૧૨.૦૧ વાગતા જ ઉત્સાહિત લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો. ભારતીય બનતાં હજારો લોકોએ ખુશી વ્યક્ત કરી ભારતીય બનતાં હજારો લોકોએ ખુશી વ્યક્ત કરી ભારત-બાંગ્લાદેશ વચ્ચે વસાહતોની આપ-લેની સમજૂતી મુજબ ૫૧,૦૦૦ ગરીબ વસાહતીઓને ૬૮ વર્ષ બાદ તેમનો પોતાનો દેશ, નાગરિકત્વ મળ્યા છે. અત્યાર સુધી તેઓ દેશવિહોણા લોકો તરીકે રહેતા હતા. હવેથી ભારતીય ભૂમિ પરના ૫૧ બાંગ્લાદેશી એન્કલેવમાં રહેતા ૧૪,૦૦૦ લોકો અને બાંગ્લાદેશની ધરતી પરના ૧૧૧ ભારતીય એન્કલેવમાં રહેતા બીજા ૩૭,૦૦૦ લોકોને દેશ પ્રાપ્ત થયો છે. ભારત-બાંગ્લાદેશ એન્ક્લેવ એક્સચેન્જ કોઓર્ડિનેશન કમિટીએ પશ્ચિમ બંગાળના કૂચ બિહારના માસલદાંગા એન્ક્લેવમાં ગઈ રાતે આતશબાજી કરી હતી. ઉત્સાહિત લોકોએ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. દિલ્હીમાં, વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ૩૧ જુલાઈ ભારત-બાંગ્લાદેશ, બંને માટે ઐતિહાસિક દિવસ છે. આ દિવસે એ જટિલ પ્રશ્ને સમાધાન થયું જે આઝાદી બાદ વિલંબમાં હતું. ભારતે ૫૧ એન્ક્લેવ બાંગ્લાદેશને સુપરત કર્યા છે જ્યારે આ પડોશી દેશે લગભગ ૧૧૧ એન્ક્લેવ ભારતને સોંપી દીધા છે. હવેથી આ બાંગ્લાદેશી એન્ક્લેવ ભારતનો ભાગ થઈ ગયા છે જ્યારે ભારતીય એન્ક્લેવ બાંગ્લાદેશમાં જોડાઈ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશી વડા પ્રધાન શેખ હસીના વચ્ચે તાજેતરમાં ઢાકામાં કરાયેલી સમજૂતી અનુસાર ભારતે ૧૧૧ એન્કલેવને આવરી લેતી ૧૭,૧૬૦ એકર જમીન બાંગ્લાદેશને આપી દીધી
--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Welcom

Website counter

Census 2010

Followers

Blog Archive

Contributors